વિજાપુર: કમોસમી વરસાદથી નુકસાન વિજાપુર પંથકમાં ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા પાકનું નિરીક્ષણ અને સર્વેની સૂચનાઓ આપી
વિજાપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોની આ સ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય સી.જે. ચાવડાએ આજરોજ રવિવારે સાંજે ચાર કલાકે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેતરોમાં જઈને નુકશાન થયેલ પાકો નુ નિરીક્ષણ કરી સર્વેક્ષણ કરનાર અધિકારીઓ ને સૂચનાઓ આપી હતી.