તારાપુર: ઉપરવાસથી છોડાયેલ અને વરસાદી પાણીથી અસરગ્રસ્ત સ્થળોની નાયબ કલેકટર દ્વારા સ્થળ નિરીક્ષણ સમીક્ષા
Tarapur, Anand | Jul 26, 2026 ખંભાતના નાયબ કલેક્ટર કુંજલ શાહ સહિતના વહીવટી તંત્ર દ્વારા તારાપુર તાલુકાની વરસાદી સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરવામાં આવી છે.ઉપરવાસમાંથી પાણી અને ભારે વરસાદના કારણે તારાપુર પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે અને કેનાલો પાણીથી ભરાઈ ગઈ છે.ઓવરટોપિંગ અને પાણી ભરાવાના કારણે તારાપુર તાલુકામાં અંદાજે 5 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.આં અંગે નાયબ કલેકટરે પ્રતિક્રિયા આપી હતી.