સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી સોનાની બંગડીઓની ચોરી કરતી પાલીતાણાની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી છે. પેરોલ ફર્લો સ્કોડે પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં રહેતા કિશોર ભગવાનભાઈ સોલંકી, પપ્પુ અશોકભાઈ પરમાર અને વિજય બચુભાઈ પરમારની ધરપકડ કરી છે.આ આરોપીઓ રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતા હતા.