ગોધરા: ગોધરામાં BSNL કચેરી પાસે સૂકું ઝાડ ધરાશાયી: એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત, મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર ખોરવાયો
ગોધરામાં BSNL કચેરી બહાર રોડ સાઈડ પર આવેલું એક સૂકું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક એક્ટિવા ચાલક પર ઝાડ પડતાં તે નીચે દબાયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી તેને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ વ્યસ્ત મુખ્ય માર્ગ પર મોટું ઝાડ પડવાને કારણે રસ્તાની એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તં