ગોધરા: ભામૈયા ચોકડી પાસેથી બાઈક પર શંકાસ્પદ નશીલી ગોળીઓનો જથ્થો લઈને જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
ગોધરામાં એસઓજી અને બી ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મોહનભાઈ કાનાભાઈ વણકરને બાઈક સાથે શંકાસ્પદ નશીલા પદાર્થ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ભામૈયા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી તપાસ કરતાં તેની બેગમાંથી ‘શિવા આયુર્વેદિક ઔષધિ’ લેબલવાળી ભાંગ જેવી ૩૪૯ ગોળીઓ જેની વજન ૧.૬૫૦ કિગ્રા મળી આવી. પોલીસે ₹૨૫,૦૦૦ની બાઈક અને ₹૩,૦૦૦નો મોબાઈલ સહિત કુલ ₹૨૮,૩૪૯નો મુદ્દામાલ જપ્ત કર્યો. પદાર્થ નાર્કોટિક્સ હોવાની શંકાને આધારે વધુ કાયદેસર તપાસ હાથ ધરાઈ છે.