ગોધરા: ગોધરામાં ચિત્રા ખાડી વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ચિત્રાખાડી વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો છે. ૩૧ જુલાઈના રોજ સાંજે ખાડી ફળિયા પાસેની ખુલ્લી જગ્યામાં આંક ફરકનો જુગાર રમાડાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે વિનોદભાઈ શનાભાઈ ચાવડા નામના શખ્સની અટકાયત કરી હતી. સ્થળ પરથી તેમજ અંગઝડતીમાંથી આંકડા લખેલી સ્લીપબુક અને ₹૩૫૦ ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.