અમદાવાદ શહેર: સનાથલ ગામમાં સામાન્ય બોલાચાલી બની જીવલેણ! યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી પોલીસ કબજામાં
સનાથલ ગામમાં સામાન્ય બોલાચાલી બની જીવલેણ! યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી પોલીસ કબજામાં અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સનાથલ ગામ ખાતે હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. 10 મે 2026ની રાત્રે આશરે 8 વાગ્યાના સમયે મોટું ફળિયું ઠાકોરવાસ વિસ્તારમાં દેવેન્દ્રસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉ.વ. 31), ઉર્ફે જીગા ચૌહાણની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક અને આરોપી ચેહર બાબુભાઈ ઠાકોર વચ્ચે બપોરે સાંતેજ ખાત