તિલકવાડા: રાષ્ટ્રીય યુનિટી માર્ચનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું. સાંસદ મનસુખભાઈ વસાવાએ યુનિટી માર્ચ વિશે માહિતી આપી.
પોઈચામાં રાષ્ટ્રીય પદયાત્રાનું હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદની, રંગબેરંગી ફૂલોની વર્ષા, દેશભક્તિના ગીતો, ઢોલ-નગારાંની ધ્વનિ, તીર-કામઠા સાથે પરંપરાગત વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિને પ્રતિબિબિંત કરતા લોકનૃત્યોના પ્રસ્તુતી વચ્ચે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો લઈને આગળ વધી રહેલી ભવ્ય ‘રાષ્ટ્રીય યુનિટી માર્ચ’નું પોઈચા ખાતે ઐતિહાસિક અને ઉષ્માસભર ભવ્ય સ્વાગત કરાયું હતું.