મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કિર્તીમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં. મુખ્યમંત્રીએ 'પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ' ક્યૂઆર કોડનું અનાવરણ કર્યું હતું. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી, ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.