પાથરી ગામે શ્રી જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી
૨૫૦૦થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો
વલસાડ:
વલસાડ તાલુકાના પાથરી ગામના અતુલ ફળિયા ખાતે વિક્રમ સંવત ૨૦૮૩ના કારતક સુદ સાતમને સોમવાર, તારીખ ૧૬/૧૧/૨૦૨૬ના રોજ શ્રી જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે સવારે ૯:૦૦ કલાકે કથા, ૧૧:૦૦ કલાકે યજ્ઞ, તેમજ બપોરે ૧૨:૩૦ અને સાંજે ૭:૦૦ કલાકે આરતી થાળ જેવા વિવિધ માંગલિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક વિધિ મહારાજશ્રી બીપીનભાઈ પી. શાસ્ત્રી (જૂજવા)ના સાનિધ્યમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મંદિરના બાંધકામ અર્થે દાન પણ સ્વીકારવામાં આવ્યું હતું.
આ ધાર્મિક મહોત્સવમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, ચણવાઈ બેઠકના જિલ્લા પંચાયત સભ્ય મનિષભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયત જૂજવા બેઠકના સભ્ય ધર્મેશભાઈ પટેલ તેમજ ત
Valsad, Valsad | Nov 17, 2026