ઉમરાળા: ટીંબી ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણીનો સંપ નિર્માણ કાર્ય અધ્ધરતાલ ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ કરી રજૂઆત
ઉમરાળા તાલુકાના ટીંબી ગ્રામ પંચાયત દ્વારા 44 લાખથી વધુના ખર્ચે બની રહેલ વાસ્મો યોજના હેઠળ પાણી સંપ નિર્માણ કાર્ય લાંબા સમયથી ખોરંભે ચડ્યું છે, વિસાવદર ના ધારાસભ્ય અને ટીંબી ગામના વાતની ગોપાલ ઇટાલિયા આ બાબતે રજૂઆત કરવા તાલુકા પંચાયત પહોંચ્યા હતા , તંત્ર ને આ બાબતે રજૂઆત કરાઈ હતી, હાલ આ પાણીના સંપ ની જગ્યા એ મસ મોટો ખાડો રહી ગયો છે , ત્યાં લોકો દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો છે જેના કારણે અહીં આસપાસ ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું છે.