વઢવાણ: સરકારના રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીના નિર્ણયને વઢવાણ APMCના વાઇસ ચેરમેને પ્રતિક્રિયા આપી
કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન અને તારાજી સામે ગુજરાત સરકારના ખેડૂતલક્ષી નિર્ણયોને વઢવાણ APMCના વાઇસ ચેરમેન અસવાર જગદીશસિંહ ગંભીરસિંહ દ્વારા હૃદયપૂર્વક આવકાર આપવામાં આવ્યો છે.અસવાર જગદીશસિંહે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રૂ.૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમજ ટેકાના ભાવે મગફળી ની ખરીદી અંગેના નિર્ણયને પણ આવકાર્યો હતો.