પાલીતાણા-૧૦૨ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ ચોરવડલા ખાતે ચોરવડલા જૂથ યોજના સુધારણા–૨ અંતર્ગત રૂપિયા ૫૩ કરોડના ખર્ચે ચાલી રહેલાં વિકાસ કામોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કામની ગુણવત્તા, પ્રગતિ અને સમયમર્યાદા અંગે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. સ્થાનિક લોકોને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે હેતુથી યોજનાના કામો સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.