સતલાસણા: મહેસાણા: છેડતીના કેસમાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી સોમનાથ ચોકડીથી ઝડપાયો
મહેસાણા LCB એ છેડતીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અમૃતજી કૃપાને સોમનાથ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ સતલાસણા અને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા. પોલીસે તેને વધુ કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકને સોંપ્યો છે.