ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી દાહોદ રોડ પર આવેલ ટીપોસ્ટ નામની દુકાનમાંથી ઝડપાયો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી નિઝામુદ્દીન અબ્દુલ્લા હાથીભાઈને ઝડપી પાડ્યો. હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે દાહોદ રોડ નજીક ટી-પોસ્ટ દુકાન પાસેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો. આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.