નડિયાદમાં ચાર જાન્યુઆરીથી શિવ કથા નો પ્રારંભ થયો છે. ડૉ. લંકેશબાપુ ધ્વારા સતત નવ દિવસ સુધી શિવકથાનું રસપાન કરાવવામાં આવશે. ત્યારે આજથી શરૂ થતી શિવ કથા ના પ્રારંભ પ્રસંગે નડિયાદના દેસાઈ વગર રબારી વાસ વિસ્તારમાંથી ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ કથા સ્થળ મોટા મહાદેવ ખાતે પહોંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. જે બાદ મહાદેવ ખાતે પોથીયાત્રાનું પૂજન કરી સ્થાપન કરાયું હતું.