બાબરા: દારૂની હેરફેરના ગુનામાંથી ૫ મહિના થી નાસતો આરોપીને બાબરા પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી લેતી પોલીસ
Babra, Amreli | Sep 2, 2025 બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરફેરના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા પાંચ મહિના થી પોલીસને ચકમો આપતો લીસ્ટેડ આરોપીને આખરે પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી દ્વારા હ્યુમન સોર્સ આધારે ઝડપી લેવાયો છે. લાંબા સમયથી ફરાર આરોપીને પકડાતા પોલીસે રાહત અનુભવ્યું છે.