થરાદ વાવ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે. અપૂરતા વીજ પુરવઠા અને લો-વોલ્ટેજની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે રાછેણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.