ગોધરા: ગોધરા માં કાળઝાળ ગરમીની અસર, જોવા મળી એસ.ટી. બસ માં મુસાફરી કરી રહેલ બે મુસાફરો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા
ગોધરા માં કાળઝાળ ગરમીની અસર, જોવા મળી એસ.ટી. બસ માં મુસાફરી કરી રહેલ બે મુસાફરો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા બંને મુસાફરોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ આકરા ઉનાળાની સીધી અસર હવે મુસાફરો પર જોવા મળી રહી છે. આજે એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા બે અલગ-અલગ મુસાફરોને હીટ સ્ટ્રોકની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા