ભાભરમાં ₹15.42 કરોડના ખર્ચે નવીન સરકારી વિનયન કોલેજના નવા બિલ્ડિંગનું ખાતમુર્હૂત ભૂમિપૂજન રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ નવી શિક્ષણ સંસ્થા ભાભર અને આસપાસના વિસ્તારના યુવાનોને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડશે