ફતેહગઢમાં રાત્રિ દરમિયાન જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર મધ્યપ્રદેશની તસ્કર ગેંગના બે જણને રાપર પોલીસે હળવદ અને અમરેલીથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે અન્ય બે આરોપીઓ હાથ લાગ્યાં નથી.પકડાયેલ બેઉ જણ તેમના અન્ય બે સાગરીતો ભાયો ઊર્ફે રોહિત વેસુનીયા અને જીતેન્દ્ર મંડોલી સાથે મળીને ચોરીઓ કરે છે. આ ગેંગ છૂટક મજૂરીના નામે હળવદ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આવી પોતાના વિસ્તારના બંધ મકાન અને દુકાનની રેકી કરીને ચોરીને અંજામ આપતા