વઢવાણ: સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે મુળી તાલુકામાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ઝડપી પાડ્યું
સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે મુળી તાલુકામાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ઝડપી પાડ્યું.સડલા-કળમાદ રોડ તેમજ તળાવ વિસ્તારમાં સરપ્રાઈઝ રેઈડ કરી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ઝડપી પાડ્યું.સ્થળ પર થી ૦૧ એક્સ્કવેટર મશીન, ૦૨ ડમ્પર, સફેદ માટી સહિત અંદાજે રૂ.૧.૫૦ કરોડનો મુદામાલ કબજે કરી ડમ્પર માલિકો લાલાભાઈ વધાભાઈ મોરી અને ઈશ્વરભાઈ રાણાભાઈ ગાંગડ સામે કાર્યવાહી હાથ ધરી હતી.