કાપોદ્રા પોલીસે માહિતીના આધારે બુધવારના રોજ સમી સાંજે નાના વરાછા ઢાળ પાસેથી ચોરીની ઓટો રીક્ષા સાથે અલ્પેશ મેર અને મુકેશ દેવીપુજક ને ઝડપી પાડ્યા હતા. જેની પૂછપરછ માં ઓટોરિક્ષા ચોરીની હોવાની કબુલાત કરી હતી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ચોરીની વધુ એક મોટર સાયકલ અને થ્રી વ્હીલ ટેમ્પો પણ મળી આવ્યો હતો. જે મોટરસાયકલ સુરત બહારથી અને ટેમ્પો ઉતરાયણ વિસ્તારમાંથી ચોરી કરિયાની કબુલાત કરી હતી.શહેર પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના બે ગુના ઉકેલાઈ ગયા હતા.