ભુજ એરપોર્ટ સામે આવેલા આશાપુરાનગરમાં વન વિભાગની ટુકડીએ દરોડો પાડીને વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી બે એરગન સહિત તીક્ષ્ણ હથિયારનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રહેણાકની તપાસમાં શિકાર કરાયેલાં પ્રાણીઓના દાંત, જડબાં, શાહુડીના અવશેષો મળી આવ્યાં છે. બૂટલેગરના ઘરમાં મધરાતે ત્રાટક્યો વન વિભાગ આશાપુરાનગરમાં રહેતો સુરેશ દિલીપભાઈ કસવીયા (કોલી) (મૂળ રહે. મનફરા, ભચાઉ) વન્યજીવોનો શિકાર કરતો હોવાની બાતમીના આધારે ભુજ પશ્ચિમ રેન્જના