હાદાનગર વિસ્તારમાં મસ્જિદમાં થયેલી ચોરી મામલે સીસીટીવી વિડીયો વાયરલ થયા
Bhavnagar City, Bhavnagar | Nov 5, 2025
શહેરના હાદાનગર મસ્જિદમાં ચોરીની ઘટના બની, હાદાનગરમાં આવેલી મસ્જિદમાં અજાણ્યા શખ્સએ ગેરકાયદે પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યો, સમગ્ર ઘટના અંગેના સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા. મસ્જિદમાં થયેલી ચોરીની ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાય હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.