લીંબડી ના ગ્રીનચોક રોડ પર આવેલા છાલિયાપરા વિસ્તારમાં 27 ફેબ્રુઆરી મોડી સાંજે રહેણાંક એરિયા માં જર્જરીત હાલતમાં ઉભેલુ જુનવાણી મકાન એકાએક ધરાસાઇ થતા રહીશો માં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. ઘટના ની જાણ થતા લીંબડી પાલિકાના ફાયર ટીમ બનાવ સ્થળે દોડી આવ્યા હતા જો કે સદભાગે કોઈ જાન હાની થઇ નહતી.