આણંદ શહેર: આણંદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાય “વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ
“વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ના અવસર પર, આત્મા પ્રોજેક્ટ – આણંદ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા ખેતીવાડી વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ અને ૧૫ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મો ખાતે “રવિ કૃષિ મહોત્સવ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.