અંબિકા તાલુકાના વલવાડા ખાતે આવેલ ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડાના પ્રાથમિક વિભાગ દૂધીબેન ભક્તિભાઈ ભક્ત પ્રાથમિક વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ સતીષભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો તેમજ બાળકો દ્વારા તૈયાર કરેલ વાનગી નો આનંદ મહેમાનો એ માણ્યો હતો આ આનંદ મેળામાં કુલ 60 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હતા જ્યાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓ જોવા મળી હતી.