ભાવનગર શહેર: રસાલા કેમ્પમાં રહેતા યુવક પર સોશિયલ મીડિયામાં મેસેજ કરવા મામલે પાડોશીએ હુમલો કરી માર મરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં એક યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. સોશિયલ મીડિયામાં પાડોશીના પત્નીને મેસેજ કર્યો હોય, જે અંગે પતિ સહિત 4 શખ્સો દ્વારા યુવક પર હુમલો કરી માર મારી ધમકી આપતા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.