ગોધરા: ગોધરા શહેરના દાહોદ રોડ પરના હોન્ડા શૉરૂમમાંથી બાઈકચોરી મામલે અજાણ્યા યુવાન સામે ફરિયાદ નોંધાવા પામી છે
ગોધરાના દાહોદ રોડ પર આવેલા હોન્ડા શો-રૂમના કંપાઉન્ડમાંથી સર્વિસ માટે લાવેલી ₹૯૭,૯૦૭ની કિંમતની નવી બાઈક ચોરાઈ જવાનો બનાવ બન્યો છે. લુણાવાડાના ઈન્દ્રવદન શાહે ગત ૧૫ જુલાઈના રોજ ખરીદેલી બાઈક ૨૯ જુલાઈના રોજ પ્રથમ સર્વિસ માટે મૂકી હતી. સર્વિસ બાદ પાર્ક કરેલી બાઈક લેવા જ્યારે તેમનો પુત્ર આવ્યો ત્યારે ગાડી ગાયબ હતી. શો-રૂમના CCTV ફૂટેજ ચકાસતાં આશરે ૨૫ વર્ષનો અજાણ્યો યુવક બાઈક ચોરીને ભાગતો દેખાયો હતો. આ અંગે શો-રૂમના મેનેજરે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટે