નીલમબાગ વિસ્તારમાં રહેતા મહિલા તબીબને તેના પતિ દ્વારા માર મારી ત્રાસ આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી
Bhavnagar City, Bhavnagar | Apr 23, 2026
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર નીલમબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા મહિલા તબીબે તેના પતિ જે પોતે પણ તબીબ છે. તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલા તબીબના પતિ દ્વારા નશો કરી માર માર્યા હોવાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.