વસોના પલાણામાં ખેડૂત પતિ અને પત્ની વચ્ચે ઘરમાં મૂકેલા પૈસા ઓછા થવા બાબતે ઝઘડો થયો હતો બાદમાં પત્ની રિસાઈને ચાલી ગઈ હતી જે બાદ પત્નીનો ભાઈ અને બહેન ખેડૂતના ઘરે આવ્યા હતા. અને મારી બહેનને ઘરમાંથી કેમ કાઢી મૂકી કહી ખેડૂતની શબ્દો બોલી માર માર્યો હતો. જેને લઇ મામલો વસુ પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.