ભાવનગર શહેર: કુંભાર વાડા ના યુવકને ઈન્સ્ટાગ્રામ પર યુવતીએ બ્લેકમેઈલ કરી હુમલો કરાવ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ધાપા નામના યુવક પર ચાર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પીડિત ગૌતમના જણાવ્યા અનુસાર, એક યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેને બ્લેકમેઈલ કરી હતી અને જો તે લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. યુવકે જ્યારે આ બાબતે યુવતીના પરિવારને ફરિયાદ કરી ત્યારે અંજુબેન, રાહુલભાઈ, આરતીબેન અને ક્રિષ્ના નામના વ્યક્તિઓએ ભેગા મળીને ગૌતમ પર પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.