તળાજા: ઉંચડીની વાડીમાં ગેરકાયદેસર વીજ કરંટ છોડવાનો ભાંડો ફૂટ્યો
તળાજા વન્યજીવ રેંજના સ્ટાફે ખાનગી બાતમીના આધારે ઉંચડી ગામની એક વાડીમાં ગેરકાયદેસર રીતે ખુલ્લો વીજ પ્રવાહ પસાર કરવાના કેસનો પર્દાફાશ કર્યો છે. નીચડી ગામના જીવનભાઈ બચુભાઈ ઢાપા દ્વારા ઉંચડી ગામમાં નરેશભાઈ ગોવિંદભાઈ કુકડીયાની વાડીમાં વીજ જોડાણમાંથી ગેરકાયદેસર રીતે કરંટ છોડવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં પુરાવા મળી આવ્યા હતા. ત્યારબાદ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્ય