ગોધરા: ગોધરા તાલુકાના મોટી કાંટડી પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મૃત્યુ
ગોધરા તાલુકાના મોટીકાંટડી ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલમાં નહાવા ગયેલા 34 વર્ષીય યોગેશભાઈ ચંદ્રુભાઈનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. તેઓ નવાઘરા ફળિયાના રહેવાસી હતા. નહાતી વખતે અચાનક પાણીના પ્રવાહમાં ઊંડા ઉતરી જતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના 4 મે બપોરથી 5 મે સવાર વચ્ચે બની હોવાનું માનવામાં આવે છે. આ અંગે અલ્પાબેન અંકિતભાઈએ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.