મહુધા: મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાનો મંત્રી મંડળમાં સમાવેશ જિલ્લામાં આનંદનો માહોલ
Mahudha, Kheda | Oct 17, 2025 મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાનો મંત્રી મંડળમાં સમાવેશ આજરોજ રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જીલ્લામાંથી મહુધાના લોકપ્રિય અને યુવા ધારાસભ્ય સંજયસિંહ મહીડાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત મહુધા વિધાનસભાને સરકારમાં પ્રતિનિધિત્વ મળતા સમર્થકો અને કાર્યકરો તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં ખુશીની લાગણી ફેલાય છે.