ભુજ: માધાપરમાં નશા મુક્તિ માટે વિદ્યાર્થી રેલી યોજાઈ
Bhuj, Kutch | Oct 2, 2026 માધાપરમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘મારો સંકલ્પ – નશા મુક્ત ભારત’ના સંદેશ સાથે વિદ્યાર્થી રેલી યોજાઈ. રેલીમાં યુવાનોમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવી સ્વસ્થ જીવનશૈલી અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કરાયું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી હિતેશભાઈ ખંડોર સહિત ભુજ તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા.