રાપર: ભાઇ બહેનનું સામસાટે થયેલ સગપણ તૂટી જવાના મનદુઃખે આડેસર ગામે યુવકનું અપહરણ કરી નિર્વસ્ત્ર વિડિઓ ઉતારી માર મારી ધમકીઓ અપાઈ
Rapar, Kutch | Oct 7, 2025 રાપર તાલુકાના આડેસર બસ સ્ટેશન પાસે ઊભેલા કિશોર પાસે કારમાં ૫ શખસો ધસી ગયા હતા અને સામસાટે થયેલી સગાઈ તૂટી જતા, આ અંગેનું મનદુ:ખ રાખીને કિશોરનું અપહરણ કરી જવાયું હતું. બાદ સીમમાં લઈ જઈ કિશોરને નગ્ન કરી નાખ્યો હતો અને તેનો વીડિયોઉતારી માતા, પિતાને મારી નાખવાની ધમકી આપતાં ભારે ચર્ચા જાગી