આણંદ શહેર: આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં સ્વાસ્થ્ય પરિષદ યોજાઇ
આ સ્વાસ્થ્ય પરિષદમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિષદ ના માધ્યમથી જે નિષ્કર્ષ નીકળે તેના આરોગ્યલક્ષી લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે, તેમ જણાવી આરોગ્યલક્ષી સુવિધા આપવામાં આણંદ જિલ્લો સર્વ શ્રેષ્ઠ બને તેવી કામગીરી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.