તારાપુર: તારાપુર નેજા રોડ પાસે નટેશ્વર તળાવમાં યુવક ડૂબવાની ઘટનાનું સફળ ‘મોક ડ્રિલ’ દ્વારા કરાયું નિદર્શન,
Tarapur, Anand | Jun 29, 2026 મોક ડ્રિલ દરમિયાન એવી સ્થિતિ સર્જવામાં આવી હતી કે નટેશ્વર તળાવમાં એક યુવક ડૂબી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ખંભાત ફાયર વિભાગ, નગરા પંચાયતની ટીમ, સ્થાનિક આરોગ્ય કેન્દ્રની ટીમ અને નિષ્ણાત તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ ટુકડીએ અત્યંત ત્વરા દાખવીને લાઈફ જેકેટ પહેરીને ડૂબતા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ, પ્રાથમિક સારવાર આપી તેને તાત્કાલિક ખાનગી વાહન મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ લાઈવ નિદર્શન કરાયુ.