ગોધરા: ગોધરાના સાવલીવાડમાં 'આલ્ફા કેર' હોસ્પિટલનું ઉદ્ઘાટન: સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે આરોગ્ય સેવાઓને બિરદાવી
ગોધરાના સાવલીવાડ વિસ્તારમાં ‘આલ્ફા કેર’ ખાનગી હોસ્પિટલનું રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન થયું. તેમણે સંચાલકો ડૉ. ફાયઝા હુસેન ઘાંચીભાઈ અને ડૉ. આસિફ મેમનને અભિનંદન પાઠવી આરોગ્ય સેવાઓને બિરદાવ્યા. હોસ્પિટલમાં ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય, પ્રસૂતિ , નોર્મલ અને હાઈ રિસ્ક ડિલિવરી તથા વંધ્યત્વ સારવાર પર ધ્યાન આપવામાં આવશે. આ સુવિધાથી સાવલીવાડ અને આસપાસના વિસ્તારમાં મહિલાઓને ગુણવત્તાસભર સારવાર ઘરઆંગણે જ મળશે.