ગોધરા: ભાજપના 47મા સ્થાપના દિવસની 'શ્રી કમલમ' ખાતે ભવ્ય ઉજવણી:આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે અપાયું માર્ગદર્શન
આજરોજ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે 'શ્રી કમલમ' કાર્યાલય ખાતે એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષના પાયાના મૂલ્યો અને વિચારધારાને વરેલા આ અવસરે સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં પ્રદેશ વક્તા ભરતભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મહામંત્રી કુલદીપસિંહ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ ડૉ. પરાગ પંડ્યાએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ