આજે 2 નવેમ્બર ને કારતક સુદ અગિયારસ ના રોજ સમસ્ત ઝાલા મકવાણા ના કુળદેવી શ્રી શક્તિ માતાજી નો 950 મો પ્રાગટ્યક દિવસ હતો.જેથી અલગ અલગ શક્તિ માતાજી ના મંદિરોમાં પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કડી તાલુકાના કાસવા ગામે સમસ્ત ઠાકોર ઝાલા મકવાણા પરિવાર દ્વારા શક્તિ માતાજી ના 950 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફુગ્ગાઓ અને ફૂલહાર થી સુશોભિત કરવામાં આવ્યું હતું.તેમજ આઠ કિલો કેક લાવાવમાં આવી હતી.