તારાપુર: ઓપરેશન મુસ્કાન અંતર્ગત પોલીસે ગણતરીના દિવસોમાં ગુમ થયેલ મહિલા અને બે માસૂમ બાળકોને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
Tarapur, Anand | May 22, 2026 ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા અને અપહરણ થયેલા સગીર વયના બાળકોને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ "ઓપરેશન મુસ્કાન" અંતર્ગત તારાપુર પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુમ થયેલી ૩૦ વર્ષીય મહિલા અને તેમના બે સગીર વયના બાળકોને હેમખેમ શોધી કાઢીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.ગુમ થયેલા સ્વજનો પાછા મળતા જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારે તારાપુર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો.