ગોધરા: ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસનો આતંક: બે બાળકોના મૃત્યુથી આરોગ્ય વિભાગ દોડતું થયું
ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામમાં ચોમાસાની સીઝનમાં ઘાતક ચાંદીપુરમ વાયરસના કારણે 2 બાળકોના વડોદરા ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા છે. બાળકોને તીવ્ર તાવ અને ખેંચ આવ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના પગલે આરોગ્ય વિભાગે બંને ગામોમાં સઘન સર્વેલન્સ, જંતુનાશક દવાનો છંટકાવ અને કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરી છે. તપાસ દરમિયાન તંત્રને ૨૬૦ જેટલી સેન્ડફ્લાય માખીઓ મળી આવી છે, જે આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે. ગ્રામ્ય વિસ્તાર