ગોધરા: ગોધરા તાલુકા પોલીસે ગુમ થયેલા ₹૧.૨૫ લાખથી વધુની કિંમતના 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગોધરા તાલુકા પોલીસની ટીમે ટેકનોલોજીના સથવારે એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી ઝીણવટભરી ટેકનિકલ તપાસ હાથ ધરીને વિસ્તારમાંથી ગૂમ થયેલા કુલ ૭ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલ ફોનની અંદાજિત કુલ કિંમત ₹૧,૨૫,૧૮૯ થાય છે. શોધાયેલા આ કિંમતી મોબાઈલ ફોન ગોધરા તાલુકા પોલીસ દ્વારા તેના મૂળ માલિકોને બોલાવીને સન્માનપૂર્વક પરત સોંપ