ગોધરા: ગોધરા નજીક SMCની મોટી કાર્યવાહી, એક્સપ્રેસ વે પરથી ₹89 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
પંચમહાલ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોધરા નજીક ટોલ પ્લાઝા પાસે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ટ્રકમાંથી ₹૬૪.૦૯ લાખની કિંમતની ૧૬,૦૮૨ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. આ રેઇડમાં ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹૮૯.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઘટનાસ્થળેથી ઉત્તર પ્રદેશના બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા દારૂ સપ્લાયર, વડોદરાના રિસીવર અને બોગસ GST બિલ બનાવનાર