કરમસદ આણંદ મહાનગરપાલિકાના ૨૫૦ સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા