ગોધરા: નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી તેજ: વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર જીતુ સાવલાણીની હાજરીમાં મોડી રાત્રે સફાઈ કામગીરી
ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી તેજ: વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર જીતુ સાવલાણીની હાજરીમાં મોડી રાત્રે ચેમ્બરોની સફાઈ કરાઈ ગોધરા શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાણી ભરાવાની ફરિયાદો સામે આવતી હતી, જેને પગલે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યા