ગોધરા: આગામી તહેવારોને અનુલક્ષીને પંચમહાલ પોલીસ ધ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 9 કોમી લાંબુ ફુટ પેટ્રોલીંગ યોજાયું
આગામી બકરી ઈદ, મહોરમ અને રથયાત્રા જેવા તહેવારોને ધ્યાનમાં રાખી પંચમહાલ પોલીસે ગોધરા શહેરમાં 9 કિમી લાંબું ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દૂધાતની આગેવાની હેઠળ બી ડિવિઝન વિસ્તારના મુખ્ય માર્ગો, ગલીઓ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ માર્ચ કરવામાં આવી હતી. આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી, એ અને બી ડિવિઝનના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ ર